Hu to Kagadiya lakhi lakhi thaki – DiwaliBen Bhil

Hu to Kagadiya lakhi lakhi thaki Song Lyrics Gujarati
Singer : DiwaliBen Bhil
Genre: Gujarati Folk
Music Composer : Dilip Dholakia

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી..

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી..

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી..

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી..

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી..

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે
કાનુડા તારા મનમાં નથી..

હું તો કાગળિયાં લખી લખી થાકી..

Lyrics are just meant for the educational/entertainment purpose. The rights of the song reserved to Writers/Producers of this song.