Song: Asvaar
Music: Mehul Surti
Lyrics: Saumya Joshi
Singer: Aishwarya Majmudar & Mooralala Marwada

Here are the lyrics :

જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ

એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.

એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એ તાલ દે અને હું તાલી દઉં.

એણે ચાલતી ન’તી હું તોય આંતરી
મારે છેતરાવું’તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં.

એવો આવ્યો રે આવ્યો અસવાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.